નઝમ ૩૧
કાંટા ફેરવ્યા આજે ઘડિયાળના તો વીતેલી એ સુંદર પળ યાદ આવી ગઇ,
કે વરસતા વરસાદમાં ગરમ ભજિયાને ચા ની ચૂસકી યાદ આવી ગઇ,
નાખીને મિત્રના ખિસ્સામાં હાથ બિલ આપવાની એ મજ્જા યાદ આવી ગઇ,
કે ગુસ્સે થયેલા મિત્રને આવતી વખતે હુ આપીશ એ કહેવાની મસ્તી યાદ આવી ગઇ,
મિત્રો તો થઇ ગયા પોતાનિ દુનિયામાં મસ્ત આજે…
પણ ખોલી જૂની કિતાબ તો દોસ્તીની ખુશબુ યાદ આવી ગઇ.
તમારી ટીપ્પણી