શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ(૩)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો ત્રીજો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किं ब्राह्मणानां देवत्वं कश्च धर्मः सतामिव।
कश्चैषां मानुषो भावः किमेषामसतामिव ।।
અર્થાત : બ્રાહ્મણોમાં દેવત્વ શું છે ? એમનામાં સત્પુરુષોનો કે જેવો ધર્મ શું છે ? એમનામાં મનુષ્યતા શું છે ? અને એમાં અસત્પુરુષો જેવું આચરણ શું છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
स्वाध्याय एषां देवत्वं तप एषां सतामिव।
मरणं मानुषो भावः परिवादोऽसतामिव ।।
અર્થાત: સ્વાધ્યાય (આત્મજ્ઞાન) એ બ્રાહ્મણોનું દેવત્વ છે. તપ એ તેઓનો સત્પુરુષો જેવો ધર્મ છે. મરવું એ તેઓનો મનુષ્યતાનો ભાવ છે અને એમનામાં નિંદા એ અસત્પુરુષો જેવું આચરણ છે.
તમારી ટીપ્પણી