જીવન દૃષ્ટિ – પાણીનો એક ગ્લાસ

 

પ્રસંગ મુજબ એક પ્રખ્યાત માનસશાસ્ત્રી “માનસિક તાણ” પર પ્રવચન આપવા એક વ્યાપારી મંડળે બોલાવેલી. તે જયારે એક વિશાળ ખંડમાં દાખલ થઈ ત્યારે સમૂહના બધાં સભ્યોને એ આશા હતી કે શરૂઆત એક સામાન્ય પ્રમાણથી કરશે જેમાં તે પાણીનો એક ગ્લાસ ઊંચકીને સહુને પૂછશે કે “આ પવાલું અડધું ભરેલું છે કે આખું ?” અને તમારા જવાબ ઉપર તમારી માનસીક પરિસ્થિતિનો ખ્યાલ આવશે.

પરંતુ એ માનસશાસ્ત્રીએ કંઈક બીજી રજૂઆત કરી. એક સ્મિત સાથે તેણે હાથમાં ગ્લાસ લીધો થોડું પાણી પીધું અને પાછી પ્રશ્ન કર્યો , ” આ પાણીથી ભરેલો પવાલો કેટલો વજનદાર હશે ? ”

આવા નીરસ સવાલથી સહુ આભા બની ગયા , પરંતુ પ્રવચનની શરૂઆત હોવાથી સહુએ થોડો રસ લીધો અને વિવિધ જવાબ વાળ્યા

“અડધો લીટર” , ” પા લીટર” , “એક લીટર”

માનસશાસ્ત્રીએ કહ્યું ” આ ગ્લાસનું વજન કેટલું છે એનાથી કંઈ ફરક નથી પડતો પણ તે કેટલી વાર સુધી એને પકડી રાખવામાં આવે છે તે અગત્યનું છે”

આ સાંભળી સહુ ગુંચવાઈ ગયા ,માનસશાસ્ત્રી શું કેહવા માંગે છે તે સમજાયું નહી.

માનસશાસ્ત્રી સમજાવતાં બોલી ” હું એક મિનીટ સુધી આ ગ્લાસને પકડી ઉભી રહીશ તો મને કંઈ ફરક નહિ પડે, હું એક કલાક સુધી પકડી ઉભી રહીશ તો મારા હાથમાં થોડો દુખાવો ઉપડશે. પણ હું જો આખો દિવસ સુધી આ ગ્લાસને પકડી ઉભી રહીશ તો મારું શરીર નબળું બનશે , થાકી જશે , અને સંવેદન રહિત બની જશે. પણ આ દરેક ઉદાહરણમાં , પાણીનાં ગ્લાસનાં વજનનો કંઈ ફરક નથી પડતો , એનું વજન એટલું રહે જ છે, પરંતુ જેટલો લાંબો સમય હું પકડી રાખું છું એટલો જ એ પાણીનો ગ્લાસ વજનદાર બનતો જાય છે ”

હવે સહુ સભાસદો ધ્યાનથી સાભળતા હતાં અને વિચારતાં હતા કે આ દાખલાનો ઉદ્દેશ્ય શું નીકળશે?

માનસશાસ્ત્રી હવે ફોડ પાડતાં કહે છે ” માનસિક તાણ અને દુન્યવી દુ:ખ આ પાણીનાં ગ્લાસ જેવા છે. તમે એના માટે થોડો સમય વિચારો તો તેનો કોઈ અર્થ નહિ સરે. પરંતુ એના માટે જીવનનાં થોડા કલાકો વિચારો અને તમે દુ:ખી થશો. અને ત્યારબાદ જો તમે આખો દિવસ કે થોડા દિવસો સુધી એ બાબત માટે વિચારશો તો તમે સૂઝબૂઝ ગુમાવી બેસશો , તમે લાચાર અને અસહાય અનુભવશો, તમારું પોતાનું વ્યક્તિત્વ અને વિચારશક્તિ ખોઈ બેસશો અને કોઈ પણ કામ કાજ કરવા માટે તમે અક્ષમ બની જશો ”

આથી મારે એ સમજાવવું છે કે ” તમે આ ગ્લાસને નીચે મુકવાનું ના ભૂલતાં, આ ગ્લાસ રોજબરોજ ચિંતા અને દુ:ખથી ભરાય છે, માત્ર એને સાથે લઇ ના ફરતાં , બહુ અવલોકન ના કરતાં , આવા ગ્લાસને નીચે મુકીને જીવન માણવાનું નહિ ભૂલતાં”

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.