શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો બીજો પ્રશ્ન (સંવાદ ૧):
યક્ષ:
केन स्विच्छ्रोत्रियो भवति केन स्विद्विन्दते महत्।
केन स्विद्द्वितीयवान्भवतिराजन्केन च बुद्दिमान् ।।
અર્થાત : મનુષ્ય શ્રોત્રિય (વેદનો જેણે અભ્યાસ કર્યો હોય તેવો) શેનાથી થાય છે ? એને મહત્ત પદ (પરમ ધામ) કોના દ્વારા પ્રાપ્ત થાય છે ? કોના દ્વારા એ દ્વિતીયવાન્ (બ્રહ્મ રૂપ) કેવી રીતે બને છે ? બુદ્ધિમાન કોને કહેવાય છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
श्रुतेन श्रोत्रियो भति रतपसा विन्दते महत्।
धृत्या द्वितीयवान्भवति बुद्धिमान्वृद्धसेवया ।।
અર્થાત: શ્રુતિ (સાંભળવાની ક્રિયા) દ્વારા મનુષ્ય શ્રોત્રિય બને છે. તપથી મહત્ત પદ પ્રાપ્ત થાય છે. ધૃતિથી (મનની દૃઢ સ્થિતિ અથવા ધીરજ)થી દ્વિતીયવાન્ (બ્રહ્મ રૂપ) બનાય છે. વૃદ્ધ પુરુષોની સેવાથી બુદ્ધિમાન થવાય છે.
તમારી ટીપ્પણી