આજનો સુવિચાર – ભગવાનનું નામ
વિપદ્દયો નૈવ વિપદ:, સંપદ્દયો નૈવ સંપદ :
વિપદ્દ વિસ્મરણં વિષ્ણો:, સંપન્ નારાયણ-સ્મૃતિ:
અર્થાત દુનિયામાં કોઈ વિપત્તિ મહાન વિપત્તિ નથી અને કોઈ સંપત્તિ કોઈ મહાન સંપત્તિ નથી. ભગવાન વિષ્ણુનું વિસ્મરણ જ મહાન વિપત્તિ છે અને શ્રી નારાયણનું સ્મરણ જ મહાન સંપત્તિ છે .
ભગવાનનું નામ પરમ કલ્યાણકારી છે. ભગવાનનાં નામ એટલી શક્તિ છે કે મરણ સામે જો એક વખત બોલવામાં આવે તો જન્મ મરણનાં ચક્કરમાં ફરી ક્યારે પડવાનું રહેતું નથી.
કુંતીજીએ ભગવાનને વિનંતી કરે છે કે
વિપદ: સન્તુ ન: શશ્વત્તત્ર તત્ર જગદ્દગુરો |
ભવતો દર્શનં યત્સ્યાદ પુનર્ભવ દર્શનમ ||
અર્થાત “હે જગદ્દગુરુ ! અમારાં જીવનમાં સતત વિપત્તિઓ આવ્યા કરે. કારણકે વિપત્તિમાં આપનું દર્શન થાય છે અને તેને લીધે જન્મ-મૃત્યુનાં ફેરામાં પડવું પડતું નથી.
તમારી ટીપ્પણી