જાણવા જેવું : દેવોને ઓળખવાની રીત
साऽपश्यद्विबुधान्सर्वानस्वेदान्स्तब्धलोचनान्।
अम्लानस्रग्रजोहीनान्स्थितानस्पृशतः क्षितिम् ।।
મહાભારત – અરણ્ય પર્વ – અધ્યાય ૫૪
અર્થાત: જેનાં શરીર ઉપર પરસેવો નથી , જેનાં કંઠની માળા કરમાતી નથી , જેનાં આંખોની પલક અનિમેષ રહે છે , જેનાં શરીર ઉપર મેલ નથી અને જેનાં ચરણ સ્થિર છે અને ધરતીને અડતાં નથી . આ સહુ લક્ષણ પરથી દેવતાઓની ઓળખ થાય છે .
અનુસંધાન : દમયંતીના સ્વયંવરમાં દેવતાઓ નળ બનીને આવ્યા હતાંએ આશા સાથે કે દમયંતી સાથે તેમનાં વિવાહ થાય. ત્યારે દમયંતીએ દેવતાઓને બાહ્ય ગુણોથી ઓળખી કાઢ્યાં હતાં .
તમારી ટીપ્પણી