શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૧૨)
અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ બારમો શ્લોક છે . ( અગિયારમો શ્લોક )
આ બારમાં શ્લોકમાં અષ્ટવક્રા જવાબ આપતા કહે છે :
संवत्सरं द्वादशमासमाहु-
र्जगत्याः पादो द्वादशैवाक्षराणि।
द्वादशाहः प्राकृतो यज्ञ उक्तो
द्वादशादित्यान्कथयन्तीह घीराः ।।
અર્થાત : એક વર્ષમાં મહિના બાર છે . “જગતી” છંદનાં ચરણમાં બાર અક્ષર હોય છે . (એક વૈદિક છંદ જેના દરેક પાદમાં બાર અક્ષરવાળા ચાર પાદ હોય છે.) પ્રાકૃત યજ્ઞ બાર દિવસનો હોય છે . ધીર પુરુષોમાં આદિત્ય પણ બાર કહ્યા છે. (વિવસ્વાન્ , અર્યમા, ધાતા , પૂષા , ત્વષ્ટા , સવિતા , ભગ ,ધાતા , વિધાતા ,વરુણ , મિત્ર , શક્ર, અને ઉગ્રક્રમ )
તમારી ટીપ્પણી