શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૧૧)
અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્ધુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ અગિયારમો શ્લોક છે . ( દસમો શ્લોક )
વન્દ્યુ અગિયારમાં શ્લોકમાં કહે છે :
एकादशैकादशिनः पशूना-
मेकादशैवात्र भवन्ति यूपाः।
एकादश प्राणभृतां विकारा
एकादशोक्ता दिवि देवेषु रुद्राः ।।
અર્થાત : પશુઓનાં શરીરમાં વિકારોવાળી ઇન્દ્રિયો અગિયાર છે . યજ્ઞોમાં સ્તંભ અગિયાર છે . પ્રાણીઓમાં વિકાર પણ અગિયાર પ્રકારનાં છે અને રુદ્રોની સંખ્યા અગિયાર છે . ( રૈવત, અજ, ભવ, ભીમ, વામ, ઉગ્ર , વૃષકપિ , અજૈકપાદ , અહિબુધન્ય , બહુરૂપ, મહાન)
તમારી ટીપ્પણી