જાણવા જેવું: વાણીના પ્રકાર
વાણીના ચાર પ્રકાર છે: જીવ પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરીના ક્રમથી હૃદયમધ્યમાં નાદ સહિત નિરંતર શબ્દ કરે છે.
૧. પરા :- વાણીનાં ચાર માંહેનું પ્રથમ રૂપ, તે નાદના સ્વરૂપવાળી અને મૂલાધારમાંથી નીકળેલી માનવામાં આવે છે.ચેતન પ્રાણીને અમુક અર્થ કહેવાની ઈચ્છા થવાથી તે અર્થ સમજાય એવા શબ્દો ઉત્પન્ન કરવા માટે અંતઃકરણને પ્રેરે છે. અંતઃકરણ મૂળ આધારસ્થાનમાં રહેલા અગ્નિને પ્રેરે છે. ત્યારે “પરા” વાણી પ્રગટ થાય છે. આ વાણીનું જ્ઞાન યોગી જનને રહે છે.
૨. પશ્યંતિ :- ચાર માંહેની બીજી પ્રકારની વાણી, મૂલાધારથી ઊઠતા નાદને પરા કહે છે. જ્યારે “પરા” મૂલધારથી હૃદયમાં પહોંચે અને અગ્નિ તે સ્થળે રહેલા વાયુને ગતિ આપે છે. એ વાયુએ તે જ સ્થાનમાં સૂક્ષ્મરૂપે ઉત્પન્ન કરેલો શબ્દ “પશ્યંતિ” કહેવાય છે.
૩. મધ્યમા :- વાણી ઉચ્ચારવાની ચાર માંહેની ત્રીજી રીત, વાયુ હૃદયદેશ તરફ જાય છે. હૃદયના સંયોગથી ઉત્પન્ન થયેલી વાણી તે “મધ્યમા” કહેવાય છે. મધ્યમા વાણીનો વાસ મુખમાં હોય છે.
૪. વૈખરી :- વાણીની ચોથી કોટિ, જેમાં મુખના વાયુ વડે વ્યક્ત થાય એવો અને સર્વથી સંભળાય એવો સ્થૂળ શબ્દ કાઢતી વાણી. જાગ્રત અવસ્થામાં આ હોય છે. આપણે જે વડે પરસ્પર વ્યવહાર કરીએ છીએ તે જ “વૈખરી” વાણી કહેવાય છે
તમારી ટીપ્પણી