શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૧૦)
અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ દસમો શ્લોક છે . ( નવમો શ્લોક )
આ દસમાં શ્લોકમાં અષ્ટવક્રા જવાબ આપતા કહે છે :
दिशो दशोक्ताः पुरुषस्य लोके
सहस्रमाहुर्दशपूर्णं शतानि।
दशैव मासान्बिभ्रति भर्गवत्यो
दशैरका दशदाशा दशार्हाः ।।
અર્થાત : સંસારમાં દિશાઓ દસ છે ( પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન , વાયવ્ય , નૈઋત્ય, અગ્નિ, આકાશ, પાતાળ) . સહસ્ત્રની સંખ્યા સોને દસ વાર ગુણવાથી થાય છે . ગર્ભવતી સ્ત્રી ગર્ભ ધારણ દસ મહિના કરે છે . યોગનું તત્વ જાણનારા અને પૂજવા યોગ્ય યોગેશ્વર પણ દસ છે ( કવિ , હરિ ,નારાયણ ઋષિ, ,અંતરિક્ષ, પ્રબુદ્ઘ, પિપ્પલાયન, આવિર્હોત્ર, દ્વ્રુમિલ, ચમસ અને કરભાજન.)
[…] શાસ્ત્રાર્થનો આ અગિયારમો શ્લોક છે . ( દસમો શ્લોક […]
LikeLike