તો શું કરવું..
ગળું તરસે તો પાણી પીવાય ,
દિલ તરસે તો શું કરવું ?
ઘર સળગે તો વીમો લેવાય ,
સપના સળગે તો શું કરવું ?
આભ વરસે તો છત્રી લેવાય ,
આંખો વરસે તો શું કરવું ?
સિંહ ગરજે તો ભાગી જવાય ,
અહંકાર ગરજે તો શું કરવું ?
શરીર ભડકે તો રોકી લેવાય ,
મન ભડકે તો શું કરવું ?
કાંટો ખટકે તો કાઢી લેવાય ,
કોઈ વાત ખટકે તો શું કરવું ?
માણસ મલકે તો ખુશી થાય ,
મૌત મલકે તો શું કરવું ?
પીડા છલકે તો ગોળી લેવાય ,
વેદના છલકે તો શું કરવું ?
અજગર જકડે તો છૂટી જવાય ,
લત જકડે તો શું કરવું ?
પોલીસ પકડે તો જામીન થાય ,
જીદ પકડે તો શું કરવું…!!!
Waah sundar rachna.
LikeLike
પરંતુ આ રચના મારી નથી , મારા એક મિત્રે મને મોકલાવી હતી જે મેં અહી પ્રસ્તુત કરી છે
LikeLike