શાસ્ત્રવિધાન: સનાતન ધર્મ
મહાભારતના અરણ્ય પર્વમાં ધર્મરાજ યુધિષ્ઠિરને સનાતન ધર્મ સમજાવતા કહે છે કે
देयमार्तस्य शयनं स्थितश्रान्तस्य चासनम्।
तृषितस्य च पानीयं क्षुधितस्य च भोजनम् ।।
દુ:ખીઓને સુવા માટે શૈયા , થાકેલા અને બીમાર જન માટે બેસવાનું આસન, તરસ્યા માટે જળ અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ.
चक्षुर्दद्यान्मनो दद्याद्वाचं दद्याच्च सूनृताम्।
उत्थाय चासनं दद्यादेष धर्मः सनातनः।
प्रत्युत्थायाभिगमनं कुर्यान्न्यायेन चार्चनाम् ।।
આ પણ સનાતન ધર્મ છે કે જે આપણી પાસે આવે તેને પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવું , મનમાં તેમના પ્રત્યે સદભાવ રાખવો, મધુર વાણીથી આવકારે, અને ઉભા થઇ આસન આપે.
તમારી ટીપ્પણી