ચોપાઈ: સ્ત્રીના પ્રકાર
“અનસુયા ગીતા” ( “સદ્દભાવ રામાયણ”માં વાચેલું ):
અનસુયા (અત્રી ઋષિના પત્ની) સીતાજીને નારીધર્મ સમજાવતા કહે છે, સ્ત્રીના ચાર પ્રકાર છે :
કે અસ બસ મન-માહીં,
સપનેહૂં આં પુરુષ જગ નાહીં.
અર્થાત : ઉત્તમ પ્રકારની સ્ત્રી એ છે જે સ્વપ્નમાં પણ પોતાના પતિ સિવાય બીજો કોઈ પુરુષ ન દેખાય. ભલે પછી સાક્ષાત ભગવાન પણ સામે આવી ઉભા રહે.
પરપતિ દેખઈ કૈસે ,
ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે .
અર્થાત : મધ્યમ પ્રકારની સ્ત્રી પરાયા પતિને , પોતાના સગા ભાઈ , પિતા કે પુત્ર રૂપે જોય છે. જો પુરુષ પોતાથી મોટી ઉમરનો હોય તો પિતા રૂપે , સમાન વયનો હોય તો ભાઈના ભાવથી અને નાની ઉમરનો હોય તો પુત્રના સંબંધે જોય છે.
ધર્મ બિચારી સમુઝિ કુલ રહઈ ,
સો નિકિષ્ટ ત્રીય શ્રુતિ અસ કહઈ.
અર્થાત : જે ધર્મનો વિચાર કરી અને પોતાના કુળનિ મર્યાદા સમજીને ખોટું કરતા બચે છે તે સ્ત્રી નીચ પ્રકારની છે. આવી સ્ત્રીનું મન જયારે અભદ્ર કે અસંસ્કૃત બને ત્યારે ધર્મ અને કુળની પરંપરા એને ખોટું કરતા રોકે છે.
બિનુ અવસર ભય તેં રાહ જોઈ,
જાનેહુ અધમ નારિ જગ સોઈ
અર્થાત : જે સ્ત્રી તક ન મળવાથી અથવા ભય વશ પતિવ્રતા રહે છે તેને અધમ સ્ત્રી જાણવી.
મારા મત મુજબ આ ચોપાઈ પુરુષો માટે પણ એટલી જ લાગુ પડે છે.
મિત્ર:
તમોએ આ ચોપાઈઓ રજુ કરી છે તે જયારે લખીઈ હશે ત્યારે સ્ત્રીઓને કોઈ અધિકારો હતા જ નહીં. આ એક સ્ત્રીઓને પુરુષ ની ગુલામીમાં રાખવાનો તરીકો જ છે. અને મિત્ર કયા વર્ગમાં જાય તે કોણ નક્કી કરે?. તમેજને. તમારા મતમાં કોઈ વજન નથી.કારણકે તેને ધર્મમાં કોઈ સ્થાન નથી.
તમો તમારી માતા ને આદર કરતા હો તો સ્ત્રીઓના શોષણ અંગે વિદિત સ્ત્રીઓએ અને પુરુષોએ ઘણા અભ્યાસો રજુ કર્યા છે.. આમાં ભારતીય વિદીતાઓ પણ છે.
મિત્ર, નવો યુગ ક્યારનોય શરુ થઇ ગયો છે. જુના સ્ત્રીઓને ઉતારી પડવાના યુગ માં જીવવામાં તમોને કે તમારા ધર્મને કોઈ ફાયદો નથી.જાગો.
હું જાણું છું કે તમો ને આ ગમવાનું, પણ મારો એક પ્રયત્ન છે.
કેશવ .
LikeLike
તમારા મત બદલ ધન્યવાદ.
આ ચોપાઈ મેં નથી લખી આથી મને ગમે અને ના ગમવાનો સવાલ નથી .
અહીં જે પ્રસ્તુત કરું છું એ મારા પસંદગીનો પ્રશ્ન છે આથી તમારો મત મને ક્યારેય દુભાવશે નહીં .
હું મારી જાતને અજ્ઞાની સમજુ છું આથી મેં ક્યારે એવો દાવો નથી કર્યો કે હું કોઈ વ્યક્તિ , કુટુંબ કે સમાજ ઉપર આ ધર્મની સમજ કે સૂક્ષ્મતા ઠોકી બેસાડું .
ના મારો આશય ધર્મગુરુ બનવાનો છે , ના ધર્મ સ્થાપવાનો , ના યુગ પરિવર્તન કરવાનો .
દરેક મનુષ્યને ભગવાને યોગ્ય સમજ આપી છે. સહુ પોતાના મત પ્રમાણે તારણ કાઢે . મારે કોઈનો મત બદલવો નથી .
બસ જે વાંચું છું , જે ગમે છે તે રજુ કરું છું . આમાં સ્વાર્થ મારો જ છે જીવનનાં છેલ્લા દિવસોમાં આ બધું વાંચી આનદ મેળવીશ કે કંઈક અદભુત વાંચેલું .
LikeLike
vachine anand melavvo swarga malava jevu chhe.raaja ne game a rani.
your jawab sacho chhe
LikeLike