જાણવા જેવું – બળના પ્રકાર
बलं पञ्चविधं नित्यं पुरुषाणां निबोध मे।
यत्तु बाहुबलं नाम प्रथमं वलमुच्यते ।। ५२
મનુષ્યોમાં પાચ પ્રકારના બળ હંમેશા હોય છે. જે બાહુબળ છે તે સૌથી કનિષ્ઠ (હલકા) પ્રકારનું બળ છે.
अमात्यलाभो भद्रं ते द्वितीयं बलमुच्यते।
तृतीयं धनलाभं तु बलमाहुर्मनीषिणः ।। ५३
સારા સલાહકાર (મંત્રી) મળવું તે બીજા પ્રકારનું બળ છે. બુદ્ધિ વડે જે ધન લાભ થાય તે ત્રીજા પ્રકારનું બળ છે.
यत्त्वस्य सहजं राजन्पितृपैतामहं बलम् ।
अभिजातबलं नाम तच्चतुर्थं बलं स्मृतम् ।। ५४
જે બાપ-દાદાની પરંપરાથી સહજ પ્રાપ્ત થાય તે (કૌટુંબિક) અભિજિત બળ, ચોથા પ્રકારનું બળ છે.
येन त्वेतानि सर्वाणि सङ्गृहीतानि भारत ।
यद्बलानां बलं श्रेष्ठं तत्प्रज्ञाबलमुच्यते ।। ५५
આ બધા પ્રકારના બળનો જે સંગ્રહ કરે છે તે બળ બધામાં શ્રેષ્ઠ “બુદ્ધિ બળ” કેહવાય છે.
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૭ મો અધ્યાય ( વિદુર નીતિ )
તમારી ટીપ્પણી