શાસ્ત્રવિધાન: પુત્રોના પ્રકાર
માર્કંડેય પુરાણ, ૨૦મો અધ્યાય
પિતા શત્રુજીત અને પુત્ર ઋતધ્વજ વચ્ચેનો સંવાદ
तदुपात्तं यशः पिता धनं वीर्य मथापि वा |
तन्न हाय पते यस्तु स नतो मध्यमः स्मृतः || ८३||
જે પિતાએ યશ , ધન અને પરાક્રમ પ્રાપ્ત કર્યું છે , તેને જે ઓછું નથી કરતો તે પુત્ર “મધ્યમ” શ્રેણીનો જાણવો.
तद्दिर्य्यादधिकं यस्तु पुनरन्यत् स्वशक्तितः |
निष्पादयति तं प्राज्ञाः प्रवदन्ति नरोत्तमं || ८४||
જે પોતાની શક્તિથી પિતાની અપેક્ષાથી પણ આધિક પરાક્રમ દેખાડે તેને વિદ્વાન પુરુષો “શ્રેષ્ઠ” પુત્ર માને છે.
यः पिता समुपात्तानि धनविर्ययशांसी वै |
न्यूनतां नयति प्राज्ञास्तमाहुः पुरुषाधमं || ८५ ||
કિન્તુ જે પિતા દ્વારા ઉપાર્જિત ધન , વીર્ય, અને યશ પોતાના સંયમ ઘટાડી દે છે, એ બુદ્ધિમાન પુરુષો દ્વારા “અધમ” પુત્ર ગણાય છે.
તમારી ટીપ્પણી