જીવન દૃષ્ટિ – માતાની તુલના
उपाध्यात् दश आचार्य: आचार्याणां शतं पिता |
सहस्रं तु पितॄन् माता गौरवेण अतिरिच्यते || ५९
— મહાભારત ,આશ્વમેધિક પર્વ , અધ્યાય ૧૧૦
ગૌરવમાં ૧૦ ઉપાધ્યાયથી વધારે એક આચાર્ય છે, કેળવણીમાં ૧૦૦ આચાર્યથી વધારે એક પિતા છે. પણ સંસ્કારમાં ૧૦૦૦ પિતાની તુલનામાં એક માતાની તાલીમ શ્રેષ્ઠ છે.
नास्ति मतृसमो गुरुः || ५८ ||
–श्री नारदीय महापुराणाम्, षष्टःध्याय
નારદજી કહે છે “માતા સમાન કોઈ ગુરૂ નથી”.
पितॄन्दश तु मातैका सर्वां वा पृथिवीमपि।
— મહાભારત ,શાંતિ પર્વ , અધ્યાય ૧૦૮
ભીષ્મ પિતામહજી કહે છે ” માતા તો સકળ પૃથ્વીથી વિશાળ છે અને ગૌરવમાં એના સમાન કોઈ નથી”
माता देहारणिः पुंसां सर्वस्यार्तस्य निर्वृतिः।
मातृलाभे सनाथत्वमनाथत्वं विपर्यये।।
— મહાભારત ,શાંતિ પર્વ , અધ્યાય ૨૭૨
અંગિરા વંશજ , મહર્ષિ ગૌતમ પુત્ર , ચિરકારી કહે છે કે ” સંસારના સમસ્ત દુ:ખી જીવોને માતા પાસેથી સાંત્વના મળે છે. જો માતા હયાત હોય તો તે મનુષ્ય સનાથ કહેવાય , અને ના હોય તો તે મનુષ્ય અનાથ કહેવાય”
नास्ति मातृसमा च्छाया नास्ति मातृसमा गतिः।
नास्ति मातृसमं त्राणं नास्ति मातृसमा प्रिया।।
અર્થાત: આ સંસારમાં માતા સમાન કોઈ છત્ર-છાયા નથી કે જેમાં સુખ મળે . માતા સમાન કોઈ સહારો નથી. માતા સમાન કોઈ રક્ષક નથી અને માતા સમાન કોઈ પ્રિય નથી
તમારી ટીપ્પણી