જીવન દૃષ્ટિ – મારી પ્રાર્થના
પ્રાર્થના
હે પ્રભુ,
નવો દિવસ, નવી શરૂઆત કરાવજે . નવા કાર્યો , સારા કાર્યો કરાવજે .
નવા વિચાર, સારા વિચાર, આપજે. નવા લોકો, સારા લોકોને મળાવજે .
ભક્તિની લાયકાત છે કે નહિ તેની મને ખબર નથી.
કર્મો એવા કર્યાં નથી કે તારા દર્શનનો લાભ મળે.
જ્ઞાનનો તો છાંટો નથી કે તારી લીલાઓને સમજી શકું.
આપ તો અનંત છો. આપની કથા અનંત છે. આપનું સ્વરૂપ , અવતાર , અને માયા અનંત છે.
પણ હું તો પાપી છું , પામર છું અને જન્મ-મરણના ઘટમાળમાં ઘૂમી રહ્યો છું , છતાં જેવો છું તેવો આપનો છું.
આપ તો શરણાગતને અભય પ્રદાન કરો છો. આથી આપને શરણે આવ્યો છું, અને માત્ર વિનંતી કરું છું કે:
આપના ચરણ કમલની સેવા મળે. આપના હ્રદય-કમળમાં સ્થાન મળે. મન , કર્મ અને વચનથી સતત આપની સેવા , સ્મરણ , સ્તુતિ, ભજન અને ચિંતન કરું એવા આપના આશીષ મળે.
બસ હર-હંમેશા આપ મારી સાથે રહો પ્રભુ.
તમારી ટીપ્પણી