જાણવા જેવું – છોકરી પસંદગી કરતી વખતે ….
ययोरात्मसमं वित्तं जन्मैश्वर्याकृतिभर्वः
तयोविर्वाहो मैत्री च नोत्तमाघमयोः क्वचित् || १५
— श्रीमद भागवतमहापुराणम् (दशम स्कंद अध्याय ६०)
શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ” જેનું ધન , કુળ, ઐશ્વર્ય , સૌન્દર્ય અને શક્તિ સમાન હોય તેની સાથે વિવાહ કે મિત્રતાનો સબંધ બાંધવો જોઈએ. જે આપણાથી શ્રેષ્ઠ અથવા અધમ હોય તેની જોડે ના બંધાય”.
વિષ્ણુપુરાણ વર્ણવે છે :
नातिकेशामकेशां वा नातिकृष्णां न पिंगलाम् ॥१६॥
જે અધિક અથવા ઓછા કેશવાળી હોય અથવા અતિ કાળી કે અતિ પાંડુ વર્ણની (ધોળા ફિક્કા રંગનું) સ્ત્રી કદાપી પસંદ ના કરવી
न दुष्टां दुष्टवाक्यां वा व्यंगिनीं
જે દૃષ્ટ સ્વભાવવાળી અથવા કટુ-વચન બોલતી હોય તેવી સ્ત્રી પસંદ ના કરવી
न श्मश्रुव्यज्त्रनवर्ती न चैव पुरुशाकृतिम् ॥१८॥
જેના મુખ ઉપર મૂછોના ચિન્હ હોય અથવા જે પુરુષના આકારવાળી હોય તેવી સ્ત્રી પસંદ ના કરવી
न वामनाम नातिदीर्घ नोद्वहेत्संहभ्रुवम् ।
न चातिच्छिद्रदशनां न करालमुखीं नरः ॥२२॥
— श्रीविष्णुपुराण – तृतीय अंश- अध्याय १०
અર્થાત : જે સ્ત્રી ઘણી બટકી હોય , અથવા ઘણી લાંબી હોય, અથવા જેની ભ્રમર જોડાયેલી હોય, અથવા જેના દાંત વચ્ચે ઘણું અંતર હોય, અથવા જેના આગળના ભાગના દાંત બહુ બાહર આવતા હોય તેવી સ્ત્રી કદાપી પસંદ ના કરવી.
व्यञ्ङिनी वर्जयेत् कन्यां कुलजामपि रोगिणिं |
विकृता पिङ्गलाचैव वाचाटां सर्वदुषितां || ७६ ||
— માર્કંડેય પુરાણ, ૩૪ મો અધ્યાય
અર્થાત : ઉત્તમ કુળમાં જન્મેલી હોવા છતાં જે કન્યા કોઈ પણ અંગથી હીન , રોગિણી, વિકૃત રૂપ વાળી , પીળા રંગની , અતિ બોલવાવાળી અથવા બધા દ્વારા નિંદનીય હોય , તેની સાથે કદાપી વિવાહ ના કરવો.
What Manusmruti says about choosing girl?
In internet age people check most of the things they like before they marry.
LikeLike
મારા મત મુજબ આ શ્લોક આ યુગ અને જમાના માટે નથી લખાયા. આ તો માત્ર પ્રાચીન સમયમાં (દ્વાપર કે ત્રેતાયુગ) ધર્મ પાલન માટે અને સામાજિક વ્યવસ્થા માટે બનાવેલ નિયમોનું આલેખન છે. અને શાસ્ત્રો તો ગૃહસ્થ જીવનનાં ધર્મોનાં પાલન માટે એ જમાનામાં “બ્રાહ્મણ” કે “ક્ષત્રીય” જેવા વર્ણના લોકો ને ઉદ્દેશીને આ શ્લોક રચાયા હોય તો એમાં નવાઈ નહીં .
LikeLike
Super like
LikeLike
http://agniveer.com/4276/manu-smriti-and-women/
LikeLike