પૌરાણિક દ્રષ્ટાંત કથા – હનુમાનજીની પરીક્ષા

સંતોએ  એક સરસ દ્રષ્ટાંત કથા કહી છે. એક વખત એક માણસને અયોધ્યામાં બહુ ઉતાવળે કુદરતી હાજતે (toilet ) જવાનું થયું. કમનસીબે પાયખાનું ખાસું દૂર હતું. આથી તે એને રોકી રાખવા ભગવાનનું નામ “રામ” લેતો ઉતાવળે જઈ રહ્યો હતો. જેથી તે થોડા સમય સુધી રોકી શકે.

આ દરમ્યાન ભગવાનનો અત્યંત પ્રિય પાર્ષદ હનુમાનજીની નજર આ બાબત પર પડી. તેઓ ક્રોધથી રાત-પીળા થઇ ગયા અને ત્યાં જ પ્રગટ થઇ તે માણસને ગાલ પર જોરથી તમાચો આપ્યો અને તેને જણાવ્યું કે ભગવાનનું નામ આવી સ્થિતિ અને સ્થાનમાં ના લેવાય. તે તો અતિ પવિત્ર સ્થાન અને શરીરથી લેવું જોઈએ.  તે માનવી પોતાની ભૂલ સમજીને માફી માંગી અને કહ્યું પોતે આવું ક્યારે નહિ કરે.

હનુમાનજી ત્યાંથી પાછા પ્રભુની સેવા કરવા એમના મહેલમાં પહોચ્યાં. ત્યાં જઈને જોય છે તો ભગવાનનાં ગાલ લાલ છે અને તેના ઉપર કોઈના પંજાનો ઊંડી છાપ પડી છે. આ જોઈ હનુમાનજી ભગવાનને પૂછ્યું  કે “પ્રભુ આપના મુખારવિંદ પર આ નિશાન શેનો છે ?”

રામજી કહે છે કે આ વાતમાં કાંઈ માલ નથી એટલે એને ભૂલી જાઓ.  હનુમાનજી તો અંતરંગ સેવક હતા આથી તેઓ ભગવાનની લીલા  સમજતા હતા. તદઉપરાંત તેઓ જ્ઞાની હતા અને જાણતાં હતા  કે બ્રાહ્મણ અને ભક્ત સિવાય ભગવાનને કોઈ પરાસ્ત કરી શકતું નથી. છતાં  ભગવાનની માયાનો પરદો હોવાથી , હનુમાનજી આ વાત ધ્યાન  બાહર નીકળી ગયી  અને સમજ્યા કે કોઇએ પ્રભુ ઉપર હાથ ઉગામ્યો છે .

હનુમાનજીથી તો આ વાત સહન ના થાય. પોતાના ઇષ્ટદેવ પર કોઈએ પ્રહાર કર્યો છે એ માની એમનો ક્રોધતો ભભૂકી ઉઠ્યો. આથી તેમણે ભગવાનને કહ્યું કે કોને એમની જોડે આવી દૃષ્ટતા કરી છે? જેને પણ આવું સાહસ કર્યું હશે તેને જરૂરથી દંડ મળશે.

રામજીએ  જણાવ્યું એ વ્યક્તિને કોઈ પણ દેવ, મનુષ્ય કે દાનવ દંડ આપી શકે એમ નથી. તે મહાપ્રતાપી અને અત્યંત શક્તિશાળી છે.  કોઈ પણ અસ્ત્ર, શસ્ત્ર, શક્તિથી તે અવધ્ય છે. મારા કે બીજા કોઇથી એને કોઈ આંચ આવી શકે તેમ નથી. હવે હનુમાનજીથી રહેવાયું નહી તેમને કોનામાં આવી શક્તિ છે જાણવાની ઈંતેજારી થઇ અને તેને  અચૂકથી સજા આપવી એમ તેમને નક્કી કર્યું .

પ્રભુ કહે છે કે મને મારનાર બીજું કોઈ નહિ પણ તમે પોતે છો. જયારે તમે મારા એક ભક્તને મારું નામ લેતા રોકી તેને થપ્પડ મારી હતી તેનો નિશાન આ છે. તમે જો કોઈને મારો તો તે સીધો યમસદન પહોંચી જાય. ભગવાને કહ્યું એ તમાચો મેં મારા મોઢા ઉપર ઝીલી લીધો છે.

હનુમાનજીના આંખમાં આંસુ આવી ગયા અને કહે છે પ્રભુ મારી ભૂલ થઇ મને ક્ષમા કરો અને સજા કરો. મને એમ હતું કે તે  ભક્ત કવેળાએ તમારું નામ લેતો હતો.

રામજી કહે છે તમે તો ભક્ત શિરોમણી છો તમને કોઈ સજા ના હોય. આ તો મારી માયા છે જે તમને ભૂલા પાડી દીધા. હકીકત એ છે કે

न देशकालनियमः शौचाशौचविनिर्णयः |
परम् संकीर्तिनादेवा राम रामेति मुच्यते ||

અર્થાત: ભગવાનનું નામ માટે દેશ કે કાલનો કોઈ નિયમ નથી. શૌચ અને અશૌચ આદિનો કોઈ નિષેધની આવશ્યકતા  નથી.  કેવળ “રામ રામ” આ સંકીર્તન કરવાથી જીવ મુકત થઇ જાય છે.

अपवित्रः पवित्रो वा सर्वावस्थो गर्तोऽपि |
यः स्मरे त्पुण्डरिकाक्षो  स बाह्यभन्तरः  शुचिः ||

અર્થાત: પવિત્ર અથવા અપવિત્ર , દરેક અવસ્થામાં જો ભગવાન કમલનયનનું સ્મરણ કરે તો તે મનુષ્ય તે જ ક્ષણે  અંદર અને બાહરથી પવિત્ર થઇ જાય છે.

आश्चर्ये या भये शोके क्षते या मम नाम यः |
व्याजेन वा स्मरेघस्तु   स याति परमा गतिम् ||

અર્થાત: શિવ ગીતમાં ભગવાન કહે છે ” આશ્ચર્ય , ભય , શોક , ઘાયલ અવસ્થામાં જે મારું નામ લે છે અથવા કોઈ વ્યાધીથી સ્મરણ કરે છે તે પરમ ગતિ પ્રાપ્ત કરે છે”

સંક્ષેપમાં  મારું  નામ લેવા માટે કોઈ નિયમ નથી , કોઈ નિષેધ નથી, કોઈ સમય નથી.  તેમાં પાત્ર-કુપાત્ર જોવાતું નથી. મારું નામ  ભાવ ,અભાવ કે સદ્દભાવ , જાણતાં કે અજાણતાં, કારણ કે અકારણથી પણ  લેવામાં આવે તો પણ એનું ફળ તો  સરખું જ મળે છે.

સંતો આ કથા ઉપરથી એ કહેવા માંગે છે કે “ભગવાનનું નામથી આ સંસારનો ભવસાગર તરી જાય છે. જપ, તપ, કે દાનથી નાના મોટા પાપનું પ્રાયશ્ચિત થાય છે પરંતુ એ પાપને જન્મ આપનાર હૃદયની શુદ્ધિ નથી થતી પણ ભગવાનના સ્મરણથી એની પણ શુદ્ધિ થાય છે. ચાલતા, ઉઠતા , બેસતા , ઊંઘતા , જાગતા , મશ્કરીમાં ,અવહેલનામાં, ક્રોધમાં , તાનમાં , આલાપમાં , સંકેતમાં , વિવશતામાં કે બીજી કોઈ અવસ્થામાં પણ જો ભગવાનનું નામ લેવામાં આવે તો તેનું અવશ્ય કલ્યાણ થાય છે.”

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.