ચોપાઈ : તુલસીદાસ ૧ (શ્રી રામ ચરિત માનસ)
हरि अनन्त हरि कथा अनन्ता |
कहहि सुनहि बहुविधि सब संता ||
અર્થ છે : ભગવાનના રૂપ અનેક છે પણ તેમની કથાઓ તો એના કરતાં અનેક ઘણી છે. અનેક સંતો આ કથા કહેતા ,સાંભળતા અને વર્ણન કરતાં રહે છે, પણ તેનો પાર નથી આવતો.
પુરાણોમાં જણાવ્યું છે કે રામાયણની કથા અને એમાં રહેલી ભગવાનની વિવિધ લીલાઓનું પાન ગરુડજી શ્રોતા તરીકે હજારો દિવ્ય વર્ષોથી (કાળની ગતી) સાંભળે છે અને કાકભુશુંડજી વક્તા તરીકે સંભળાવી રહ્યા છે પણ તેનો અંત આવ્યો નથી.
બડે ભાગ માનનુસ તનુ પાવા,
સુર દુર્લભ સદ ગ્રન્થ નિગાવા
LikeLike