જીવન દૃષ્ટિ – કંચન બરસત મેહ
જદપિ મિત્ર પ્રભુ પિતુ ગુર ગેહા । જાઇઅ બિનુ બોલેહુઁ ન સઁદેહા ।।
તદપિ બિરોધ માન જહઁ કોઈ । તહાઁ ગએઁ કલ્યાનુ ન હોઈ ।।
— શ્રી રામચરિત માનસ , બાલ કાન્ડ, બીજો વિશ્ચામ
શિવજી સતીજીને કહે છે ” જો કે દેવ, ગુરુ , પિતા, અને મિત્રને ત્યાં વિના આમંત્રણે પ્રસંગમાં કે મળવા જઈ શકાય છે. કિંતું જ્યાં તમારા માટે અંતરમાં પ્રેમ ના હોય, મિલનમાં ભાવ ના હોય અને આપણો વિરોધ રહેતો હોય , તે ઘરમાં કદી પણ પગ ના મૂકવો જોઇએ કારણકે ત્યાં જવામાં આપણું કલ્યાણ નથી .”
- સતીજીએ ભગવાન શંકરની આજ્ઞા છતાં પોતાના પિતા દક્ષના યજ્ઞમાં ગયા હતાં અને તેમને દેહનો ત્યાગ કરવો પડ્યો હતો .
જેઓ વગર બોલાવ્યે પારકે ઘેર જાય છે, તેઓ મરણ કરતાં પણ વધારે એવું અપમાન પામે છે. અને સમાજમાં હલકો ઘણાય છે.
- રાજા જનકે સીતાજીના સ્વયંવરમાં રાવણને નિમંત્રણ મોકલાવ્યું ન હતું , તે છતા રાવણ ત્યાં આવ્યો હતો અને ત્રિલોક વિજયી હોવા છતા , ભગવાન શંકર તથા પાર્વતીને કૈલાશ પર્વતને ઉપાડયો હોવા છતા, તે શિવજીનું ધનુષ ઊંચકી શક્યો ન હતો. આ કારણે એનો અત્યંત ઉપહાસ થયો હતો અને તેને અનાદરપૂર્વક સભાનો ત્યાગ કરવો પડ્યો હતો.
એક કહેવત મુજબ:
“આવ નહિ, આદર નહિ, નહિ નેનનમેં નેહ, તે ઘર કભી ન જાઈએ કંચન બરસત મેહ”
ભલે કોઇના ઘરે સોનાનો વરસાદ થતો હોય, પણ એ માણસની નજરમાં આવકાર કે આદર ન હોય, ત્યાં ક્યારેય ન જવું.
તમારી ટીપ્પણી