ચોપાઈ : રસખાન
सेस गनेस महेस दिनेस, सुरेसहु जाहि निरंतर गावै।
जाहि अनादि अनंत अखण्ड, अछेद अभेद सुबेद बतावैं॥
શેષ, મહેશ, ગણેશ, દિનેશ (સૂર્ય) અને સુરેશ (ઇન્દ્ર) જેમના ગુણ નિરન્તર ગાય છે.
જેને વેદ અનાદિ, અનન્ત, અખંડ, અછેદ્ય, અને અભેદ બતાવે છે
नारद से सुक व्यास रटें, पचिहारे तऊ पुनि पार न पावैं।
ताहि अहीर की छोहरियाँ, छछिया भरि छाछ पै नाच नचावैं॥
નારદ, શુકદેવ અને વ્યાસ જેવા મુનિ જેમનું નામ રટે છે અને પ્રયત્ન કરીને પણ તેમનો પાર નથી પામતા
તેજ (કૃષ્ણ)ને આહીરોંની કન્યાઓ વાટકો ભરેલાં માખણ માટે નાચ નચાવે છે
તમારી ટીપ્પણી