શ્લોક : શ્રી રામ સ્તુતિ – ૧
रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे
रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः |
શ્રી રામ ,રાજાઓમાં મહામણિ છે, સર્વદા વિજયી છે. હે રામ, રમાપતિ તમને હું ભજુ છું.
જેણે રાક્ષસોની સેનાનો સંહાર કર્યો છે તે શ્રી રામને નમસ્કાર કરું છું
रामान्नास्ति परायणं परतरं रामस्य दासोस्म्यहम्
रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर ॥३७॥
ભગવાન શ્રી રામ સિવાય બીજા કોઈને ભજવા જેવું નથી, હું રામનો દાસ છું
મારું મન હર-હંમેશ શ્રી રામમાં લય રહે અને પ્રભુ શ્રી રામ મારો ઉદ્ધાર કરે
— શ્રી રામ રક્ષાસ્ત્રોતમ
તમારી ટીપ્પણી