ચોપાઈ : સુતીક્ષ્ણ મુની
अस अभिमान जाइ जनि भोरे।
मैं सेवक रघुपति पति मोरे।
આ ચોપાઈ શ્રી રામચંદ્ર માનસના અરણ્ય કાંડમાં આલેખાઈ છે. અગત્સ્ય ઋષિના શિષ્ય સુતીક્ષ્ણ મુનીએ ભગવાન પાસે માંગેલા વરદાનની આ કડી છે.
અગત્સ્ય ઋષીએ સુતીક્ષ્ણ મુનીને આશીર્વાદ આપ્યા હતા કે તેમને ભગવાન તેમને દર્શન આપશે. તેઓ શ્રીરામના અનન્ય ભક્ત હતા.
જયારે ભગવાન શ્રી રામ તેમના આશ્રમે આવ્યા , તેમને દર્શન આપી અને તેમની સેવા સ્વીકારી. તેમની ભક્તિથી ખુશ થઇ ભગવાને તેમેને વરદાન માંગવા કહ્યું.
ત્યારે સુતીક્ષ્ણ મુનીએ ઉપરની ચોપાઈમાં વર્ણવ્યા મુજબ માંગ્યું જેનો અર્થ છે:
“હે ભગવાન જે એક વસ્તુ મને હંમેશ માટે જોઈએ છે તે આ કે મને એવું અભિમાન આપો કે હું તમારો ભક્ત છું એ વાત હું કયારે ના ભૂલું”
તમારી ટીપ્પણી