યાદ છે
લહેરાતી એ લટ યાદ છે
મલકાતી એ નજર યાદ છે
પ્રીતનાં સંબંધની , મને હજુ નથી ખબર
બસ પ્રસરતી એની અસર યાદ છે
ગુંજતી એ મધુર ગીત યાદ છે
ગમતી એની શરારત યાદ છે
સ્નેહનાં સંકેતોની મને બહુ થોડી ખબર
પણ એની કરામત હજુ યાદગાર છે
લહેજતી એ હોઠોની લાલી યાદ છે
મહેકતી એ કાયાની સુગંધ યાદ છે
પ્રણયનાં સમીકરણોની હવે કંઇક ખબર
પણ લાગણીની એ ભરતી બરકરાર છે.
મહાલતી એ મિલનની છટા યાદ છે.
છલકાતી એ આંસુની ઘટા યાદ છે.
વિરહનાં વનવાસની હવે ખબર
પણ “યાર” પ્રેમની એ વસંત સદા બહાલ છે.
તમારી ટીપ્પણી