તહેવાર
કેવી મસ્ત એ મોસમ અને દિવસ પણ એક તહેવાર
જ્યારે મળ્યાં એ સલૂણી સંધ્યામાં આપણે પહેલીવાર
બહુ ઓછો સમય અને આનંદભર્યો સહવાસ
અમે કર્યો એકરાર અને તમારો હું પહેલો પ્યાર
કેવું રમણીય વાતાવરણ અને રાતડી પણ એક પૂનમ
જ્યારે અદ્દભુત ચાંદનીમાં વિહારતાં તમારી સાથે સનમ
હ્રદયમાં રમતા સવાલ અને આંખોમાં મળતાં જવાબ
આપનું હું ભવિષ્ય અને તમે બન્યાં મારાં વર્તમાન
કેવો આનંદનો આ પ્રસંગ અને દિવસ ફરી એક તહેવાર
જ્યારે જોડાયા આપણે લગ્નગ્રંથીમાં પહેલીવાર
ઉલ્લાસથી ભરેલો માહોલ અને સ્નેહીથી ભરેલો દરબાર
આપનો શરમાળ ખચકાટ અને મારું અંતર બેકરાર
કેવી મધુર રજની અને અને ખીલી છે ફરી એક પૂનમ
વિવાહ પછીનું છે આપણું એકાંતમાં પ્રથમ મિલન
લાજથી છુપાતો ચાંદ અને નટખટ મારાં વિચાર
“યાર” ખીલે છે જીવન એ સાન્નિધ્યમાં ફરી એક રંગીન સવાર
તમારી ટીપ્પણી