મિલન
ચાંદનીની પ્રસરતી આહ્લાદકતામાં
મધુપે સુંદર કમળ નીરખ્યું
એ ફોરમની ફેલાતી માદકતામાં
મનમાં લાગણીનું વમળ નીપજયું
નજરોએ સંતાકૂકડીનું અને
વાણીએ ઔપચારિકતાનું વલણ ધર્યું
એ સ્મિતની છલકતી લજ્જામાં
પ્રેમમાં પલળવાનું કારણ જડયું
પૃથ્વી પર વસંત અને
હૃદય પર પ્રણયનું સામ્રાજ્ય વસ્યું
જીવનનાં કોરા કાગળ પર
અમે ગમતું એક નામ લખ્યું
હૈયું વાંચે હૈયાને
એમ આ આકાશનું મન એ ધરતીએ જાણ્યું
વિયોગની વિષમ રાતડીઓમાં
“યાર” , મિલન અમે ક્ષિતિજ પર રાચ્યું
તમારી ટીપ્પણી