શરૂઆત
કેવું છે આ આકર્ષણ,
અને ક્યાંથી ઉભરાય છે આ વિચાર,
આજે જોયા તમને પહેલીવાર
અને સંતાઈ એક આશા પલક ને પેલે પાર !
આશા પણ કરે આજ કમાલ ,
અજાણી આંખડીઓમાં શોધે ઓળખાણ,
લાગણીઓનાં તીર અને નજર બની છે ઢાલ
અનોખી મુશ્કાન સાથે બાંધી અમે પરિચય ની જાળ !
મુશ્કાન પણ કરે આજ કમાલ ,
વાતોમાં રમે અને હૃદય મારે લટાર
અંતર ભેદે એમની અદાઓની તલવાર
ખળભળે ત્યારે અમારા મનડાંનું રડાર !
પછી શુ કહું આ મનડાંની વાત
છોડી એણે શરમ અને આપ્યો સંકોચને આરામ,
કરી પ્રીતની રજુઆત અને હા માં મેળવ્યો જવાબ,
અને થઈ “યાર” આમ પ્રેમમાં પાંગરવાની શરૂઆત !
તમારી ટીપ્પણી